ડગ્લાસ એન્જલબર્ટઃ માઉસના શોધક જીવનથી ડિસકનેક્ટ
૧૯૬૦ના દશકામાં જ્યારે હજુ તો અમેરિકા જેવુ કમ્પ્યુટરનું પિયર ગણાતુ રાષ્ટ્ર પણ કમ્પ્યુટર કેમ વાપરવા એ શીખી રહ્યું હતું ત્યારે ડગ્લાસ (ડગ) એન્જલબર્ટે માઉસની શોધ કરી નાખી હતી. એન્જલબર્ટને બે વાતની ખબર હતીઃ એક, આગામી દિવસોમાં કમ્પ્યુટરનો ધૂમ ઉપયોગ થશે. બીજી વાત કે કમ્પ્યુટરનો વપરાશ સરળ કરવા કોઈક લટકણિયા જેવુ ઉપકરણ જોશે. માટે બધા કમ્પ્યુટર શોધવામાં, શોધાયેલી કમ્યુટર ટેકનોલોજી સુધારવામાં, કમ્પ્યુટર સિસ્ટમ કાર્યરત કરવા માટે નેટવર્ક વિકસાવવામાં પડયાં હતાં ત્યારે એન્જલબર્ટે એ બધાથી આગળ વધીને કમ્પ્યુટર માટે અનિવાર્ય બની જાય એવુ માઉસ શોધી કાઢ્યું. એ એન્જલબર્ટનું મંગળવારે રાતે અમેરિકામાં ૮૮ વર્ષે નિધન થયું છે.
ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણેલા ડગે બીજા વિશ્વયુદ્ધ વખતે રડાર ટેકનિશિયન તરીકે કામ કરીને ઈલેક્ટ્રિક-ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. નાસાની એન્જિનિયરિંગ પાંખમાં પણ થોડો વખત કામ કર્યાં પછી તેમણે બર્કલે સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીની રાહ પકડી હતી. એ બધી નોકરીઓ વખતે તેઓ સતત મંથન કરતાં રહેતા કે આમ આદમીના કામને કમ્પ્યુટર કઈ રીતે સરળ કરી શકે અને કમ્પ્યુટરનો સરળ રીતે વપરાશ સામાન્ય લોકો કઈ રીતે કરી શકે? તેમણે કમ્પ્યુટર માટે નવી ટેકનોલોજી શોધવાનો વિચાર કર્યો ન હતો. પણ શોધેલી ટેકનોલોજી કઈ રીતે સરળતાથી લોકો વાપરી શકે એ મુદ્દો જ તેઓ હંમેશા વિચારતાં રહેતા હતાં. એ સવાલોના જવાબો મેળવવાના પ્રયાસમાં જ તેમણે પોતાની પ્રયોગશાળા પણ સ્થાપી દીધી. ઈન્ટરનેટની શોધ માટે જે થોડી-ઘણી સંસ્થાઓ કાર્યરત હતી તેમાંની એક ડગની લેબોરેટરી પણ હતી.
ડગને આવતી કાલનું, ૨૧મી સદીનું વિશ્વ નજરે પડતું હતું. એટલે જ તેમણે કમ્પ્યુટરને સરળતાથી હુકમો આપી શકે એવા સાધનની શોધ કરવાની દિશામાં વિચારણા ચાલુ કરી. એ વખતે તો એકાદ ઓરડામાં કે પછી સેંકડો ચોરસ ફીટમાં માપી શકાય એવડા વિસ્તારમાં ફેલાય એવડા કમ્પ્યુટરો હતાં. પરંતુ કમ્પ્યુટરોની સાઈઝ નાની થાય એ માટે ઘણા વિજ્ઞાનીઓ કામે લાગેલા હતાં. નાની સાઈઝના કમ્પ્યુટરોને કમાન્ડ એટલે સૂચના કઈ રીતે આપવી? એટલે એન્જલબર્ટે માઉસ તૈયાર કર્યું. એ માઉસ દેખાવે આજના માઉસ કરતાં ખાસ્સુ અલગ હતું. ડગે લાકડાના ખોખામાં બે નાનકડાં પૈડા ફીટ કરી, વાયરીંગની છેડાછેડી જોડી માઉસ તૈયાર કર્યું હતું. ખુણામા એક લાલ બટન હતું, જ્યાંથી ક્લિક કરી કમાન્ડ આપી શકાતો હતો. શરૃઆતના તબક્કે તેનું નામ પણ માઉસ નહીં ‘કમ્પ્યુટર એઈડેડ ડિસ્પ્લે કન્ટ્રોલ (કમ્પ્યુટરના સ્ક્રીનને નિયંત્રિત કરતું ઉપકરણ)’હતું. માઉસ શબ્દ તો બાદમાં તેના દેખાવ અને આકાર ઊંદરને મળતો આવતો હોવાથી વપરાયો હતો. અંગ્રેજીમાં ઊંદર માટે માઉસ શબ્દ વપરાય છે (જે વળી મૂળ સંસ્કૃત શબ્દ ‘મુષક’ પરથી આવ્યો છે). અલબત્ત, માઉસ પહેલાં માઈસ (તેનો મતલબ પણ ઉંદર જ થાય) શબ્દ વપરાતો હતો જે ફેરફાર પામતા માઉસ બન્યો.
લાકડાની હથેળીમાં સમાઈ જાય એવી નાનકડી પેટી જેવા માઉસનું ડગે ૪૫ વર્ષ પહેલાં ૧૯૬૮માં સાન ફ્રાન્સિસ્કોમાં પ્રદર્શન કર્યું અને કમ્પ્યુટરના ખેરખાંઓને દંગ કરી દીધા. કમ્પ્યુટરો તો શોધાઈ ગયા હતાં, પણ તેમાં આપણી સમસ્યા સરળતાથી કેમ દાખલ કરવી અને કમ્પ્યુટરને વ્યવહારિક રીતે ફટાફટ કામ કરે એવી સૂચનાઓ કેમ આપવી એ મોટી મૂંઝવણ હતી. એ મૂંઝવણ સ્ટેનફોર્ડ રિસર્ચ સેન્ટરના ડગ્લાસે દૂર કરી દીધી હતી. પ્રદર્શન વખતે જ તેમણે ટેલિફોન્ફરસનું પ્રદર્શન કર્યું અને સાથે સાથે ટેક્સ્ટ આધારિત લિન્ક અંગેનો પોતાનો સિદ્ધાંત પણ રજૂ કર્યો હતો. એ સિદ્ધાંત પર જ ઈન્ટરનેટનું કામકાજ ગોઠવાયેલું છે. ઈન્ટરનેટની શોધમાં પણ તેમનું ફુલની પાંખડી જેટલુ પ્રદાન તો છે જ.
માઉસનો વ્યાપક ઉપયોગ થવાને હજુ ઘણી વાર હતી એટલે ૧૯૮૭માં તેના પેટન્ટ અધિકાર ખતમ થઈ ગયા ત્યાં સુધીમાં ડગને ખાસ પૈસા મળ્યાં ન હતાં. કેમ કે કમ્યુટરોનું જ જોઈએ એવું વેચાણ થતું ન હતું તો માઉસ ક્યાંથી વેચાય? કમ્પ્યુર માંધાતા બિલ ગેટ્સ ત્યારે હજુ ૧૨ વર્ષના હતા અને સ્ટીવ જોબ્સ ૧૩ વર્ષના. પણ ડગને ગેટ્સ-સ્ટીવ જેટલી પ્રસિદ્ધિ ન મળી એટલે સરેરાશ લોકો માટે તેનું નામ અજાણ્યું છે. જોકે કમ્પ્યુટર જગતમાં ડગ આદરપાત્ર ગણાય છે અને તેમના પ્રદાનની પણ ઊંચી નોંધ લેવાઈ જ છે. કમ્પ્યુટર સાથે સંકળાયેલા અનેક એવોર્ડ-સન્માન પણ એમને મળ્યાં હતાં.
અત્યાર સુધીમાં આખા જગતમાં એકાદ અબજ કરતાં વધારે માઉસ વેચાઈ ચુક્યા હોવાનો અંદાજ છે. માઉસ વગર કમ્પ્યુટરના વપરાશની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. અત્યાધુનિક કહી શકાય એવી કમ્પ્યુટર સિસ્ટમ હોય પણ એની સાથે માઉસ જ ફીટ થયેલું ન હોય તો? કમ્પ્યુટરની શોધ એ ક્રાંતિ ગણાતી હોય તો એ ક્રાંતિ જે પાયાઓ પર ઉભી છે, તેમાં માઉસનો સમાવેશ કરવો રહ્યો. એવુ નથી કે માઉસ વગર કમ્પ્યુટર ન ચાલે પણ, માઉસ વગર ચલાવવામાં અનેક કોઠાઓ વિંધવા પડે છે. એ પછી પણ વપરાશનો સંતોષ મળે જ એવી કોઈ ખાતરી નથી. કમ્પ્યુટરમાં રોજેરોજ નવી નવી ટેકનોલોજી આવે છે, કમ્પ્યુટરનું કદ ઘટતું જાય છે, સ્વરૃપ બદલતું જાય છે. મીની કમ્પ્યુટર ગણાતા લેપટોપ અને સ્માર્ટ ફોન તો સ્પર્શથી ઓપરેટ-કાર્યરત થાય છે. એ બધા ટેકનોલોજીકલ સુધારા વચ્ચે માઉસ અણનમ છે. તેનો વિકલ્પ મળી શક્યો નથી. હા, તેના સ્વરૃપમાં થોડા ફેરફારો થયા છે, થોડી નજાકત આવી છે. કમ્પ્યુટર સાથે વાયર કનેક્ટ કર્યા વગર જોડી શકાય એવા માઉસ પણ આવ્યા છે, તો વળી લાઈટિંગથી ચળકતા અને સ્પીકરનું કામ આપતા માઉસ પણ મળતાં થયા છે. પણ એ બધા છે તો માઉસ જ. માઉસનું સ્થાન લઈ શકે એવી સબળ પદ્ધતિ કે ઉપકરણ હજુ સુધી વિકસ્યા નથી. લેપટોપમાં માઉસ વાપરવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ લેપટોપ સાથે વાયરનો છેડો ભરાવી માઉસ ફીટ કરી શકાય એવી સગવડ આવે છે. પરિણામે લેપટોપ વાપરતો મોટો વર્ગ પણ લેપટોપના ટચ-પેડને બદલે માઉસ ફીટ કરી વાપરવાનું પસંદ કરે છે. કમ્પ્યુટરના વપરાશમાં જે પ્રાથમિક બાબતો શિખવવામાં આવે તેમાં માઉસનો વપરાશ કેમ કરવો તેનો પણ પાઠ ભણાવાય છે.
અત્યારે કદાચ માઉસની શોધ બહુ મહત્ત્વની ન લાગે કેમ કે એ કમ્પ્યુટરના રોજીંદા વપરાશનો ભાગ બની ગયું છે. પણ જે-તે સમયે કમ્યુટર વિજ્ઞાાનીઓ માથુ ખંજવાળતા હતાં કે કમ્પ્યુટરના એક ડોક્યુમેન્ટમાંથી બીજા ડોક્યુમેન્ટમાં કેમ જવું ત્યારે માઉસ તેમનું સારથી બનીને પ્રગટ થયું હતું. માઉસ ખરાબ થાય ત્યારે હજુએ જોકે માઉસ (અને તેની શોધ) કેટલી મહત્ત્વની છે, એ સમજતાં વાર નથી લાગતી. ડગે માઉસમાં એકથી વધારે આઈડિયા અને સંશોધનો ભેગા કરીને રજૂ કર્યાં હતાં. એ વિચાર કોઈને આવ્યો ન હતો અને આવ્યો હોય તો વિચારને વાસ્તવિકતાનું સ્વરૃપ આપવામાં કોઈને સફળતા મળી ન હતી. પરિણામે ડગની શોધ અદ્વિતિય ગણવી રહી. એમણે માઉસ કેવું હોવું જોઈએ એ રસ્તો બતાવી દીધો હતો. પછી તો કંપનીઓ લાગી પડી અને પોત-પોતાની રીતે વિવિધ માઉસો તૈયાર કરી નાખ્યા. માઉસની શોધ પછી જ કમ્પ્યુટરનો મોટાપાયે ઉપયોગ કરવાની દિશા ખુલી. કમ્પ્યુટરને કમાન્ડ આપવા માટે માઉસ પહેલો વિકલ્પ ન હતો. એ પહેલાં લાઈટપેન, જોયસ્ટીક, ની-ઓપરેટેડ કન્ટ્રોલ વગેરે વિકલ્પો તપાસી જોવાયા હતાં. પરંતુ એ એક પણ સાધન-સરંજામનો ઉપયોગ સરળ બન્યો ન હતો. એન્જલબર્ટના માઉસે એ કામ કરી બતાવ્યુ હતુું.
૨૦૦૫ના વર્ષથી તેઓ કમ્પ્યુટર હિસ્ટ્રી મ્યુઝિયમના સભ્ય હતાં અને તેમની નિવૃત્ત જીંદગી પસાર કરતાં હતાં. માઉસનો વાયર કમ્પ્યુટર સાથે ડિસકનેક્ટ થઈ જાય એમ એન્જલબર્ટ કાયમી ધોરણે જીવનથી ડિસકનેક્ટ થયાં છે. અલબત્ત, જ્યાં સુધી કમ્પ્યુુટરો સાથે માઉસ જોડાયેલા છે, ત્યાં સુધી દરેક ક્લિક ડગ્લાસને અંજલિ આપતી રહેશે.